Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારા કાનોમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાએ કહ્યું, “ખરેખર, આ અન્યાયનું પ્રાયાશ્ચિત તમારા મરણ સુધી થશે નહિ; મેં પ્રભુ સૈન્યોના [ઈશ્વર] યહોવાએ એમ કહ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:14
17 Iomraidhean Croise  

અને શાઉલની દીકરી મીખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહિ.


હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


માટે આ અપરાધ ઊંચી ભીંતમાં પહોળી પડેલી ફાટ જેવો છે, જેથી તે પળવારમાં અકસ્માત તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.


તથાપિ ઈશ્વર જ્ઞાની છે, ને આફત લાવે છે, ને પોતાના શબ્દો મિથ્યા કરતા નથી; અને દુષ્ટોનાં સંતાનોની સામે, ને અન્યાય કરનારાને સહાય [કરનાર] ની સામે તે ઊઠે છે.


મારા કાનમાં સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “બેશક ઘણાં ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને સારાં ઘરો વસતિ વિનાનાં થઈ જશે.


ત્યાંથી ફરી [થોડા] દિવસોનું ધાવણું બાળક, અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહિ; કેમ કે જુવાન સો વરસની વયનો છતાં શાપિત થશે.


યહોવાએ કહ્યું છે, તેમના ઉરમાં તમારા પોતાના અપરાધોનો બદલો, તથા તમારા પૂર્વજો કે, જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો હતો, ને ડુંગરો પર મને નિંદ્યો હતો, તેમના અપરાધોનો હું એકત્ર બદલો વાળીશ. વળી હું પ્રથમ તેમની કરણીઓનું ફળ તેમના ઉરમાં માપી આપીશ.’


તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા‌ છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ.


એ કારણથી એલીના કુટુંબ વિષે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહિ.”


હવે શાઉલના આવ્યાને એક દિવસ અગાઉ, યહોવાએ શમુએલને જણાવ્યું હતું,


Lean sinn:

Sanasan


Sanasan