Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જુઓ, [તેને બદલે] આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો, “ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે, આજે ખાઇ પી લઇએ, કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:13
16 Iomraidhean Croise  

દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર! એક પછી એક વર્ષ વીતી જાઓ; વારાફરતી પર્વ આવ્યાં કરો.


હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ:


જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ!


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા, અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ તેઓને અફસોસ!


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


[તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


જો, તારી બહેન સદોમનો દોષ આ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.


હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.


જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.


તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan