Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તેણે સિંહની જેમ પોકાર્યું, ‘હે ઈશ્વર, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ચોકીદાર સિંહની જેમ ત્રાડ પાડી બોલ્યો, “હે પ્રભુ, દિનપ્રતિદિન હું મારા ચોકીના બુરજ પર ઊભો છું અને આખી રાત હું તારી ચોકી પર ખડો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી ચોકીદારે પોકાર કર્યો, “હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, આખી રાત હું મારી ચોકીની જગાએ ઊભો રહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો, “હે યહોવા મારા પ્રભુ, હું આખો દિવસ ચોકીના બુરજ પર ઊભો રહું છું, આખી રાત હું મારી જગાએ ઊભો રહી ચોકી કરુ છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 21:8
12 Iomraidhean Croise  

જ્યારે યહૂદિયા [ના લોકો] અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યાં, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી; તો તેઓની લાશો જમીન પર પડેલી જોઈ, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો.


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.


તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે.


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


જુઓ, સિંહ યર્દનના પૂરમાંથી ચઢી આવે, તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે. પણ હું તેમને ઓચિંતા તેની પાસેથી નસાડીશ; અને જે પસંદ થયેલો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જોવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.


Lean sinn:

Sanasan


Sanasan