Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 21:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે, “મજૂરના કામના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 21:16
11 Iomraidhean Croise  

અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ,


તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોથ:પછી કેદાર, આદબેલ, મિબ્સામ,


શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?


મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.


પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”


અરણ્ય તથા તેમાંનાં નગરો, વળી કેદારે વસાવેલાં ગામડાં, મોટે સાદે ગાઓ; સેલાના રહેવાસીઓ, હર્ષનાદ કરો, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.


કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.


પેલી પાર કિત્તીમના દ્વીપોમાં જઈને જુઓ; અને કેદારમાં મોકલીને ઘણી ખંતથી શોધો; અને જુઓ કે એવું કંઈ થયું છે?


કેદાર વિષે, તથા હાસોરનાં જે રાજ્ય બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પાયમાલ કર્યાં તે વિષેની વાત. યહોવા કહે છે, “તમે ઊઠીણે કેદાર પર ચઢો, ને પૂર્વ તરફના લોકોનો નાશ કરો.


અરબસ્તાન તથા કેદારના સર્વ ઉમરાવો તારી સાથેના વેપારીઓ હતા. તેઓ હલવાનો, મેંઢાં તથા બકરાંનો વેપાર કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan