Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 20:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, જુઓ, આપણું આશાસ્થાન, જ્યાં આશૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દિવસે આ કાંઠાના રહેવાસીઓ કહેશે કે, “નિશ્ચિત, આપણી આશાનો સ્રોત, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે કેવી રીતે બચીશું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, “જુઓ, આપણું આશાસ્પદ, જ્યાં આશ્શૂરના રાજાના હાથમાંથી બચવા માટે આપણે જેની મદદ લેવા દોડી ગયા હતા, તેના આ હાલ થયા! તો આપણે હવે કેવી રીતે બચીશું?”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 20:6
16 Iomraidhean Croise  

જે નિર્દોષ નથી તેને [પણ] તે ઉગારશે; તારા હાથોની શુદ્ધતાને લીધે તે ઊગરશે.”


પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા; તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડયા.


તમે ન્યાયને દિવસે, ને આઘેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને માટે કોણિ પાસે દોડશો? તમારી સમૃદ્ધિ કયાં મૂકી જશો?


હું ઇનસાફને દોરી ને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરા [ના તોફાન] થી તણાઈ જશે, અને સંતાવાની જગા પર પાણી ફરી વળશે.


યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


યહોવા કહે છે, “તે સમયે હું ઇઝરાયલનાં સર્વ કુળોનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


કેમ કે એવો સમય આવશે કે, જે સમયે સર્વ પલિસ્તીઓને લૂંટવામાં આવશે, ને સૂર તથા સિદોનના બચી ગયેલા હરેક મદદગારને કાપી નાખવામાં આવશે; કેમ કે યહોવા પલિસ્તીઓને, એટલે સમુદ્રકાંઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓને, નષ્ટ કરશે.


ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો?


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે [તારણની વાત] પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,


Lean sinn:

Sanasan


Sanasan