Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને બીજી મૂર્તિઓ તો બિલકુલ સમાપ્ત થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:18
16 Iomraidhean Croise  

[તે સમયે] માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.’ તેણે ઉત્તરમાં કહ્યું, ‘બાબિલ પડયું છે, પડયું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.’


તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.


બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર તથા ઢોર પર [લાદવામાં આવે] છે; જે વસ્તુઓ તમે ઉઠાવી લેતા હતા તે તેઓ પર લાદેલી છે, તેઓ થાકેલાને ભારરૂપ થઈ છે.


તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રમણારૂપ છે. તેઓના શાસનને સમયે તેઓ નાશ પામશે.


પ્રભુ યહોવા કહે છે કે, હું મૂર્તિઓનો પણ નાશ કરીશ, ને હું નોફમાંથી પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાંથી રાજા કદી ઉત્પન્ન થશે નહિ, અને હું મિસર દેશમાં બીક ઘાલી દઈશ.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


તેઓ ફરીથી કદી પણ પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારવા યોગ્ય વસ્તુઓથી તથા પોતાના કોઈ પણ અપરાધથી પોતાને અપવિત્ર કરશે નહિ.પણ તેમના સર્વ રહેઠાણોમાં, જ્યાં તેઓએ પાપ કર્યું છે, તેઓમાંથી હું તેમનો ઉદ્ધાર કરીશ, ને તેમને શુદ્ધ કરીશ; એ પ્રમાણે તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.


તમારા સર્વ નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી મૂકવામાં આવશે, અને ઉચ્ચસ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદીઓ વેરાન થઈને ઉજ્જડ થશે, ને તમારી મૂર્તિઓ ભાંગી નાખીને તેમનો અંત આવશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવશે, ને તમારા બાંધકામોનો નાશ થશે.


એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”


તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.


હું તારી ઘડેલી મૂર્તિઓને તથા તારા ભજનસ્તંભોને તારામાંથી નષ્ટ કરીશ. અને તું ફરીથી તારા હાથના કૃત્યને કદી ભજશે નહિ.


મનુષ્યનો તેમ જ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમ જ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”


યહોવા તેમને ભયંકર થઈ પડશે, કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોનો ક્ષય કરશે. માણસો પોતપોતાને સ્થાનેથી, હા, સર્વ દ્વીપોની પ્રજાઓ તેમને ભજશે.


તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.


Lean sinn:

Sanasan


Sanasan