Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આશીર્વાદ આપીને કહ્યું છે, “મારા લોક મિસર, મારા હાથની કૃતિ આશૂર, તથા મારું વતન ઇઝરાયલ, [તેઓ ત્રણે] આશીર્વાદિત થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 સર્વસમર્થ પ્રભુ તેમને આશિષ આપશે અને કહેશે, “હે ઇજિપ્ત, મારા લોક, હે આશ્શૂર, મારા હાથની કૃતિ, અને હે ઇઝરાયલ, મારી સંપત્તિ, હું તમને આશિષ આપું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સૈન્યોના યહોવાહ તેમને આશીર્વાદ આપશે અને કહેશે, “મારા લોક મિસર; મારા હાથની કૃતિ આશ્શૂર અને મારું પોતાનું વતન ઇઝરાયલ આશીર્વાદિત થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:25
30 Iomraidhean Croise  

યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્‍નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].


મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ [ટકનાર] છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો.


તે દિવસે મિસર તથા આશૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે;


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.


ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?


યહોવા એવું કહે છે, “મિસરની મહેનત [નું ફળ] તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, [બીજો] ઈશ્વર નથી.”


વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.


તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોનાં સંતાન છે


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.


હું મારે માટે તેને દેશમાં રોપીશ; જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ, ‘તમે મારી પ્રજા છો;’ અને તેઓ કહેશે, ‘ [તમે] અમારા ઈશ્વર [છો.] ”’


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


અને બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની જેમ શકુન જોવા ગયો નહિ, પણ તેણે અરણ્યની તરફ પોતાનું મુખ રાખ્યું.


‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.


એમ તેઓ ઇઝરાયલીઓને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”


અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.


કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે; યાકૂબ તેમના વારસાનો ભાગ છે.


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan