Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે દિવસે મિસરથી આશૂર સુધી સડક થશે, ને આશૂરીઓ મિસરમાં ને મિસરીઓ આશૂરમાં જશે; અને મિસરીઓ આશૂરીઓ સાથે [યહોવાની] ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એ સમયે ઇજિપ્ત અને આશ્શૂર વચ્ચે રાજમાર્ગ થશે. એ બન્‍ને દેશના લોકો એકબીજાના દેશમાં આવજા કરશે અને તેઓ સાથે મળીને પ્રભુની ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી સડક થશે, અને આશ્શૂરીઓ મિસરમાં આવશે, તથા મિસરીઓ આશ્શૂરમાં જશે; અને મિસરીઓ આશ્શૂરીઓ સાથે આરાધના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:23
15 Iomraidhean Croise  

રાહાબ તથા બાબિલ મને જાણનારાઓમાં છે એવું હું જાહેર કરીશ; પલિસ્તી દેશ, તૂર તથા કૂશને પણ જુઓ; આનો જન્મ ત્યાં થયો.


તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.


જેમ ઇઝરાયલને માટે તેના મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી, તેવી સડક આશૂરમાંથી તેના લોકના શેષને માટે થશે.


તે દિવસે મિસર તથા આશૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે;


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


મારા સર્વ પર્વતો [પર] હું માર્ગો કરીશ, ને મારી સડકો ઊંચી થશે.


જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર [ઈશ્વર] છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ [તને] જોઈને ઊભા થશે; સરદારો [તને] જોઈને પ્રણામ કરશે.”


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


તે દિવસે આશૂરથી મિસરથી તે છેક નદી સુધી [ના પ્રદેશમાં] થી, તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના લોકો તારી પાસે આવશે.


Lean sinn:

Sanasan


Sanasan