Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે દિવસે મિસર દેશની મધ્યમાં યહોવાહને માટે વેદી થશે અને તેની સરહદ ઉપર યહોવાહને માટે એક સ્તંભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:19
19 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.


અને યાકૂબ મોટી સવારે ઊઠયો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂકયો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડયું.


મિસરમાંથી અમીરો આવશે; કૂશ દેશ જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.


અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી, ને સવારે વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી તથા ઇઝરાયલનાં બાર કુળ પ્રમાણે બાર સ્તંભ ઊભા કર્યા.


તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.


કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


મિસર વિષેની વાત:મિસરના રાજા ફારુન નકોનું જે સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું, જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તેને લગતી વાત.


દશમા વર્ષના દશમા માસ ની બારમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યુ,


વળી અગિયારમાં વર્ષના ત્રીજા માસની પહેલીએ હોવાનું વચન મારી પાસે આવ્યું,


બારમાં વર્ષના બારમા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,


જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો [એ] ફળીભૂત થશે.”


આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી.


અને યર્દનની પાસેનો જે પ્રદેશ કનાન દેશમાં છે, ત્યાં રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ આવી પહોંચ્યા, ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ [દૂરથી] દેખાય એવી મોટી વેદી બાંધી.


માટે અમે કહ્યું કે, આપણે પોતાને માટે વેદી બાંધવાની તૈયાર કરીએ, દહનીયાર્પણને માટે નહિ, કે યજ્ઞ ને માટે નહિ;


પણ અમારી ને તમારી વચ્ચે, ને આપણી પાછળ આપણાં સંતાનોની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે, અમારાં દહનીયાર્પણથી ને અમારા યજ્ઞ થી ને અમારાં શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે, તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી.


માટે અમે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં અમને કે અમારાં સંતાનોને એમ કહે, ત્યારે અમે તેઓને આ‍ પ્રમાણે કહીશું કે, યહોવાનિ વેદીનો નમૂનો જુઓ; એ અમારા પિતૃઓએ ઊભી કરેલી છે, દહનીયાર્પણ અથવા યજ્ઞ ને માટે નહિ, પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ [થવા માટે] છે.


અને રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તે વેદીનું નામ [એદ] પાડ્યું; કેમ કે [તેઓએ કહ્યું કે,] “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ ઈશ્વર છે.”


Lean sinn:

Sanasan


Sanasan