Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, ને સૈન્યોના [ઈશ્વર] યહોવાની આગળ સમ ખાણારાં એવાં પાંચ નગર થશે; [તેઓમાંનું] એક સૂર્ય-નગર કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 એ સમયે ઇજિપ્તના પાંચ શહેરોમાં કનાન દેશની ભાષા હિબ્રૂ બોલાશે. ત્યાંના લોકો સર્વસમર્થ પ્રભુને નામે સોગંદ ખાશે. તેમાંનું એક શહેર સૂર્યનગર કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, સૈન્યોના યહોવાહની આગળ સમ ખાનારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય - નગર કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:18
15 Iomraidhean Croise  

અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી.


તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો, અને પ્રતિજ્ઞા લીધી કે, “ઈશ્વરના સેવક મૂસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો.


મિસરમાંથી અમીરો આવશે; કૂશ દેશ જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.


તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.


કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે.


તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.


યહોવા મિસરને પોતાને ઓળખાવશે, ને તે દિવસે મિસર યહોવાને ઓળખશે; અને બલિદાનથી તથા ખાદ્યાર્પણથી તેઓ તેની ઉપાસના કરશે, તેઓ યહોવાને નામે માનતા લેશે, અને તેને પૂરી કરશે.


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ કોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેમની સેવા કરે.


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


Lean sinn:

Sanasan


Sanasan