Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવાહ વેગવાન વાદળ પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, મિસરીઓનાં હૃદય તેમનામાં જ પીગળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:1
36 Iomraidhean Croise  

પાણી પર તે પોતાના ઓરડાના મોભ મૂકે છે; વાદળાંને તે પોતાનો રથ બનાવે છે; વાયુની પાંખો પર તે ચાલે છે.


[તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ.


વળી તે આકાશોને નમાવીને ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.


ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.


કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયાશાસન લાવીશ, હું યહોવા છું.


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


તેથી સર્વના હાથ ઢીલા પડશે, ને સર્વ માણસનાં હ્રદય પીગળી જશે.


તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.


જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.’ તેણે ઉત્તરમાં કહ્યું, ‘બાબિલ પડયું છે, પડયું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.’


વળી મિસરનો રાજા ફારુન, તેના સેવકો, તેના સરદારો તથા તેના સર્વ લોકો;


જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.


જ્યાં તમે રહેવા ગયા છો, તે મિસર દેશમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળીને તમે તમારા હાથની કૃતિથી મને રોષ ચઢાવો છો; એથી તમને કાપી નાખવામાં આવશે, અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.


બાબિલમાં હું બેલને શાસન આપીશ. ને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી કાઢીશ; વિદેશીઓ તેની પાસે ફરીથી એકત્ર થશે નહિ. હા, બાબિલનો કોટ પડી જશે.


પ્રભુ યહોવા કહે છે કે, હું મૂર્તિઓનો પણ નાશ કરીશ, ને હું નોફમાંથી પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાંથી રાજા કદી ઉત્પન્ન થશે નહિ, અને હું મિસર દેશમાં બીક ઘાલી દઈશ.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


નિનવે વિષે ઈશ્વરવાણી. એલ્કોશના નાહૂમના સંદર્શનનું પુસ્તક.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.


અને જો મિસરના લોકો ત્યાં જાય નહિ, તો તેમનામાં મરકી ચાલશે; જે પ્રજાઓ માંડવાપર્વ પાળવાને જાય નહિ તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે.


જે સર્વ પ્રથમજનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસરીઓ દાટતા હતા તે સમયે તેઓ નીકળ્યા. તેઓના દેવો પર પણ યહોવાએ ન્યાયકૃત્યો કર્યાં.


ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.


અને એ સાંભળતાં જ અમારાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તમારે લીધે કોઈમાં કંઈ હિમ્મત રહી નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


અને તેઓએ યહોશુઆને એમ કહ્યું, “ખરેખર યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે. અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.


અને તેણે તે માણસોને કહ્યું, “યહોવાએ આ દેશ તમને આપ્યો છે, ને તમારો ધાક અમને લાગે છે, ને તમારી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે, એ હું જાણું છું.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan