Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 18:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે. પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેમ એ લોકોને કાપી નાખીને પર્વત પર શિકારી પંખીઓને માટે, જંગલી પશુઓને માટે મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે પર ઉનાળો કાઢશે. અને જગતનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 18:6
12 Iomraidhean Croise  

પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે.


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.


ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.


યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


આ લોકોનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં પશુઓ ખાઈ જશે, અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.


તેના ભાંગીતૂટી ગયેલાં અંગો પર સર્વ ખેચર પક્ષીઓ વાસો કરશે, ને સર્વ વનચર પશુઓ તેની ડાળીઓ પર રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan