Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 18:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુએ મને કહ્યું, “કાપણીની મોસમમાં હુંફાળી રાત્રિએ ધીરેથી જામતા ઝાકળની જેમ અને ભરબપોરે પડતા બેઠા તાપની જેમ હું મારા નિવાસસ્થાનમાંથી સ્વસ્થપણે જોઈ રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ, યહોવાએ મને આ પ્રમાણે કહ્યું છે, “ગ્રીષ્મના બળબળતા બેઠા તડકાની જેમ, કાપણીની ઋતુંની ગરમીમાં જામતાં ઝાકળની જેમ, હું શાંત બેઠો મારા નિવાસસ્થાનેથી જોયા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 18:4
17 Iomraidhean Croise  

તે સવારના, એટલે સૂર્યોદયના, પ્રકાશ જેવો, એટલે નિર્મેઘ સવાર [ના પ્રકાશ જેવો] થશે; [કે જ્યારે] વૃષ્ટિ પછીના ખુલ્‍લા પ્રકાશથી કુમળું ઘાસ ભૂમિમાંથી [ઊગી નીકળે છે].’


તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક આ સ્થળ તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તમે સાંભળજો. હા, તમારા રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, તમે સાંભળજો; અને સાંભળીને ક્ષમા કરજો.


જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.


રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે; પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ ને કચરી નાખનાર પ્રજા સિયોન પર્વત, જે સૈન્યોના [ઈશ્વર] યહોવાના નામનું સ્થાનક છે, તેને માટે ભેટ લાવશે.


તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે.” યહોવા, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું કહેવું એમ છે.


હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


હું ઇઝરાયલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની જેમ ખીલશે, ને લબાનોનની જેમ પોતાનાં મૂળ ઊંડાં નાખશે.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan