Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે, તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અરામના નગરો કાયમને માટે ઉજ્જડ બની જશે, ત્યાં ઘેટાં-બકરાંનાં ટોળાં નિરાંતે આવીને બેસશે, અને કોઇ તેમને હાંકી કાઢશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:2
17 Iomraidhean Croise  

વળી તું સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ. હા, ઘણા તારી આગળ અરજ ગુજારશે.


કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.


હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોનાં પાયમાલ થએલાં સ્થાનોને પારકાઓ ખાઈ જશે.


તે સમયે માણસ એક વાછરડીને બે ઘેટી પાળશે.


અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે. દેશમાં જેઓ બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં તથા મધ ખાશે.


અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર ઊભી રહીને તાકી રહે; જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?


આ લોકોનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં પશુઓ ખાઈ જશે, અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.


હું રાબ્બાહને ઊંટોને તબેલો, ને આમ્મોનીઓ [ના દેશ] ને ઘેટાંબકરાંને બેસવાની જગા કરી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તેઓ પોતાની લજ્જા તથા મારી વિરુદ્ધ પોતે કરેલા સર્વ અપરાધ [ની શિક્ષા] ભોગવશે, ત્યાર પછી તેઓ પોતાના દેશમાં નિર્ભયતાથી વસશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.


પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમ કે સૈન્યોના યહોવાન મુખમાંથી એ [વચન] નીકળ્યું છે.


સમુદ્રકાંઠે બીડો થઈ જશે, ને ત્યાં ભરવાડોનાં ઝૂંપડાં તથા ઘેટાંબકરાંના વાડા થશે.


અને ગાદના પુત્રોએ દિબોન તથા અટારાથ તથા અરોએર,


આર્નોનનીખીણની સરહદ પર અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહિ. યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું.


અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે પ્રમાણે:આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદના પહાડી પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યાં.


અને તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે ત્યાંથી માંડીને મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી;


અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, તથા રાબ્બાની સામેના અરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ;


Lean sinn:

Sanasan


Sanasan