Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 સંધ્યાસમયે, જુઓ ભય; અને સવાર તથાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 સંયાકાળે તેઓ આતંક ફેલાવે છે, પણ સવાર થતાં તો તેઓ નષ્ટ થઈ જાય છે. અમારા દેશને લૂંટનારાઓની એવી જ દશા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સંધ્યા સમયે, ભય જણાશે! અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે; આ અમારા લૂંટનારનો ભાગ છે, અમને લૂંટનાર ઘણા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે; જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા! આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય. અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:14
24 Iomraidhean Croise  

તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.


તે રાત્રે એમ થયું કે, યહોવામા દૂતે આવીને આશૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઊઠ્યા ત્યારે, જુઓ, તે બધા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી.


દુષ્ટ માણસને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્ચરે તેને ઠરાવી આપેલું વતન આ જ છે.”


ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ.


કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


પણ થોડી મુદતમાં [મારો] કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે.”


ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ આવે છે; જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો.”


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.


વળી તારા પરદેશીઓનો સમુદાય ઝીણી ધૂળના જેવો, ને તને પીડનારાનો સમુદાય [વામાં] ઊડી જતાં ફોતરાંના જેવો થશે; હા, તે અકસ્માત પળવારમાં થશે.


જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે, એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો, ને રાત્રિના આભાસ જેવો થઈ જશે.


તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી સરખો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે. લોકોના મોંમાં ભ્રાંતિકારક લગામ [નાખવામાં] આવશે.


અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.


તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ [ખંડણી] ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?


યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે, ને યહોવાના હાથે દોરીથી [માપીને] તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.


જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ. તારી સામે લડનાર માણસ નહિ સરખાં, તથા શૂન્ય જેવાં થશે.


આ તારો હિસ્સો, મેં નીમી આપેલો તારો વિભાગ છે, કેમ કે તું મને વીસરી ગયો છે, અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે.


ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, ’ એમ યહોવા કહે છે.”


કેમ કે મેં તેઓ એસાવને નગ્ન કર્યો છે, મેં તેનાં ગુપ્ત સ્થાનો ઉઘાડાં કર્યાં છે, તે પોતાને ગુપ્ત રાખી શકશે નહિ. તેના વંશજો, તેના ભાઈઓ તથા તેના પડોશીઓ નષ્ટ થયા છે, ને તે નાબૂદ થયો છે.


તેથી તેઓ સીમમાંથી કંઈ લાકડાં વીણી લાવશે નહિ, ને વનમાંથી કંઈ પણ કાપી લાવશે નહિ; કેમ કે તેઓ યુદ્દશસ્ત્રો બાળશે. તેમને પાયમાલ કરનારાઓને તેઓ પાયમાલ કરશે, ને તેમને લૂંટી લેનારારોને તેઓ લૂંટી લેશે, એમ પ્રભુ યહોવા કહે છે.


યહોવા યહૂદિયાને પવિત્ર ભૂમિમાં પોતાના વારસા તરીકે ગણી લેશે, તે હજી પણ યરુશાલેમને પસંદ કરશે.


હે યહોવા, તમારા સર્વ વેરી એમ જ નાશ પામે; પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ. ત્યાર પછી ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan