Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તું રોપે છે તે જ દિવસે તું તેની વાડ કરે છે, ને સવારમાં તારાં બીજ ખીલી નીકળે એવું કરે છે; પણ શોક તથા અતિશય દુ:ખને દિવસે તેના પાકનો લોપ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે જ દિવસે તું રોપે છે અને વાડ કરે છે અને ખેતી કરે છે, થોડા જ સમયમાં તારા બીજ ખીલી ઊઠે છે; પણ શોક તથા અતિશય દુઃખને દિવસે તેનો પાક લોપ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પણ તમે રોપો તે જ દિવસે તેને ફણગાં ફૂટે અને વાવો તે જ સવારે તેને ફૂલ બેસે, તોયે શોકના અને અસાધ્ય વેદનાના દિવસ આવે ત્યારે એનો ફાલ અલોપ થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:11
18 Iomraidhean Croise  

મારા અનુભવ પ્રમાણે, જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.


સવારમાં તે ખીલે છે તથા વધે છે; સાંજે તે કપાઈ જાય છે તથા ચીમળાય છે;


કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલાં ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણ [ના પ્રદેશ] માં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


કેમ કે તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે! તેને ઊભું કરશણ નથી; તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી નીકળે, તો પારકાઓ તેને ગળી જશે.


એફ્રાઈમ પર મરો આવેલો છે, તેમનું મૂળ સુકાઈ ગયું છે, તેમને કંઈ પણ ફળ આવશે નહિ. હા, જો કે તેઓને ફળ આવે, તોપણ તેમના ગર્ભ‍સ્થાનના પ્રિય ફળનો તો હું સંહાર કરીશ.”


બી તેનાં ઢેફાં નીચે સુકાય છે; દાણાની વખારો ખાલી થઈ ગઈ છે, કોઠારો તોડી નાખવામાં આવ્યા છે; કેમ કે ધાન્ય કરમાઈ ગયું છે.


અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે; કેમ કે તમારી જમીન પોતાની ઊપજ આપશે નહિ, તેમ જ દેશનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


તું દ્રાક્ષાવાડીઓને રોપશે ને તેને કેળવશે, પણ તું તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ, અથવા [દ્રાક્ષો] વીણવા નહિ પામે; કેમ કે કાતરા તે ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan