Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:14
18 Iomraidhean Croise  

અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”


હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.


તો તમારી નજર તેના પરથી ઉઠાવી લો, જેથી મજૂરની જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે.


શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?


તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.


મારું હ્રદય મોઆબને માટે રુદન કરે છે; તેમાણથી નાઠેલા સોઆર સુધી, એગ્લાથ-શલીશિયા સુધી [દોડે છે]. લૂહીથના ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.


યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.


તે દિવસે યાકૂબની જાહોજલાલી કમી થશે; અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.


કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;


સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.


કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે.


જેમ તરનાર તરવા માટે હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે.


એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજજડ થશે.


પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર.


Lean sinn:

Sanasan


Sanasan