Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 15:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દિબોનના પાણી રક્તથી ભરપૂર છે; હું દિબોન પર વધારે આપત્તિ લાવીશ, મોઆબના બચેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ [લાવીશ].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 દીમોનનાં પાણી લોહી લોહી થઈ ગયાં છે. છતાં ઈશ્વર હજી દીમોન પર મોટી આફત લાવનાર છે. મોઆબમાંથી નાસી છૂટેલા અને બચીને બાકી રહેલા સૌની પર સિંહ સમો સંહાર ત્રાટકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દીમોનમાં પાણી લોહી લોહી થઇ ગયા છે, તેમ છતાં દેવ દીમોનને માથે હજી મોટી આફત ઉતારશે; મોઆબના જે થોડા લોકો બચી ગયા છે તેમના પર એક સિંહ ત્રાટકશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 15:9
11 Iomraidhean Croise  

ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓએ યહોવાની બીક રાખી નહિ, માટે યહોવાએ તેઓની મધ્યે સિંહો મોકલ્યા; સિંહોએ તેમાંના કેટલાકને મારી નાખ્યા.


કેમ કે મોઆબની સીમની આસપાસ પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ સુધી, ને બેર-એલીમ સુધી તેનો વિલાપ પહોંચ્યો છે.


યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું, હા, હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


અમે તેઓને [તીરગોળા] માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan