Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 15:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 15:2
34 Iomraidhean Croise  

તેથી હાનૂને દાઉદના માણસોને પકડાવીને તેઓની અડધી અડધી દાઢી મૂંડાવી નાખી, ને તેઓનાં વસ્‍ત્રો વચ્ચોવચમાંથી નિતંબો સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા.


તેથી હાનૂને દાઉદના સેવકોને પકડીને તેઓના માથાં મૂંડાવ્યાં, ને તેઓના જામા વચમાંથી કમર સુધી કાપી નાંખીને તેઓને પાછા મોકલી દીધા.


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓનાં ધાબાં પર તથા તેઓનાં બજારોમાં તેઓ સર્વ પોક મૂકીને ખૂબ રહે છે.


જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.


તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.


વળી તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાએ રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા;


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.


“બોડી ટેકરીઓ પર સાદ સાંભળવામાં આવ્યો છે, એટલે ઇઝરાયલના પુત્રોનું રુદન તથા [તેઓની] વિનંતીઓ [સાંભળવામાં આવી છે] ; કેમ કે તેઓ અવળા માર્ગે ચાલ્યા છે, તેમના ઈશ્વર યહોવાને તેઓ વીસરી ગયા છે.


યહોવા કહે છે, “જુઓ, ઉત્તરમાંથી પૂર ચઢે છે, ને જંગી રેલ દેશ પર, તથા તેમાંના સર્વસ્વ પર, નગર તથા તેમાં રહેનારાંઓ પર, ફરી વળશે. અને માણસો રડાપીટ કરશે, ને દેશના સર્વ રહેવાસીઓ વિલાપ કરશે.


ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?


મોઆબ વિષે:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે.


અરે દિબોનમાં રહેનારી દીકરી, તું તારા ગૌરવથી ઊતરીને તરસી થઈને બેસ; કેમ કે મોઆબનો નાશ કરનાર તારા ઉપર ચઢી આવ્યો છે, તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.


તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. આખા મોઆબને માટે હું કલાપીટ કરીશ. કીર-હેરેસના માણસોને માટે લોકો શોક કરશે.


વળી યહોવા કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાન આપે છે, ને જેઓ પોતાના દેવોની આગળ ધૂપ બાળે છે, તેઓને હું નષ્ટ કરીશ.


હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય ઉજ્જડ થયું છે. હે રાબ્બાની દીકરીઓ, બૂમ પાડો, ટાટ ઓઢો; અને રડતાં રડતાં વાડોની પાસે આમતેમ દોડો; કેમ કે મિલ્કોમ, તેના યાજકો તથા તેના સરદારો તમામ બંદીવાસમાં જશે.


[હે યરુશાલેમ,] તારો અંબોડો કાપીને ફેંકી દે, ને બોડી ટેકરીઓ પર વિલાપ કર; કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને તેને તજી દીધો છે.


તેઓ તારે લીધે પોતાનાં માથાં બોડાવશે, પોતાને અંગે ટાટ વીંટાળશે, ને હૈયાફાટ તથા દુ:ખમય વિલાપ કરીને તારે માટે રડશે.


“હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસનું નખોદ જજો! એમ બૂમો પાડો.


તેઓ ટાટ પણ પહેરશે, ને ત્રાસ તેમને ઢાંકી દેશે. અને સર્વના મુખ પર શરમ છવાઈ જશે, ને તે સર્વના માથાં મૂંડાવેલા હશે.


અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય, તો તે ટાલિયો છે; તે શુદ્ધ છે.


તેઓ પોતાનું માથું, મૂંડાવે નહિ, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મૂંડાવે નહિ, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહિ.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


કેમ કે હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી ભડકો, નીકળ્યો છે. તેણે મોઆબના આરને, આર્નોનના ઉચ્ચસ્થાનના ધણીઓને બાળીને ભસ્મ કર્યા છે.


અમે તેઓને [તીરગોળા] માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.”


“અટારોથ, તથા દિબોન, તથા યાઝેર, તથા નિમ્રા, તથા હેશ્બોન, તથા એલાલે, તથા સબામ, તથા નબો, તથા બેઓન,


તથા નબો તથા બાલ-મેઓન (તેઓનાં નામ બદલીને) તથા સિબ્મા બાંધ્યાં. અને જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં.


તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો.


અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,


Lean sinn:

Sanasan


Sanasan