Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 15:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મોઆબ વિષે ઈશ્વરવાણી; “રાત્રે આર-મોઆબ ઉજજડ થયું, નષ્ટ થયું છે! એક રાતમાં કીર-મોઆબ ઉજજડ થયું છે, નષ્ટ થયું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 15:1
20 Iomraidhean Croise  

તેઓએ નગરો પાડી નાખ્યાં, અને દરેક માણસે જમીનના દરેક સારા ટુકડામાં પથ્થર નાખીને તેને ભરી કાઢ્યો. તેઓએ પાણીના સર્વ ઝરા પૂરી નાખ્યા, ને સર્વ સારાં ઝાડ કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ તેના પથ્થરો રહેવા દીધા; તોપણ ગોફણ મારનાર એની આસપાસ ફરીને એના પર મારો ચલાવતા હતા.


તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


આહાઝ રાજા મરણ પામ્યો તે વરસે આ ઈશ્વરવાણી થઈ.


તેથી મારું અંત:કરણ મોઆબને માટે વીણાની જેમ વાગે છે, ને કીર-હેરેસને માટે મારી આંતરડી [કકળે છે].


અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે] ; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.


તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.


કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે.


તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.


મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”


કેમ કે હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી ભડકો, નીકળ્યો છે. તેણે મોઆબના આરને, આર્નોનના ઉચ્ચસ્થાનના ધણીઓને બાળીને ભસ્મ કર્યા છે.


‘તું આજે આર, એટલે મોઆબની સરહદ ઓળંગવાનો છે.


અને જ્યારે તું આમ્મોનપુત્રોની સામે નજીક આવે, ત્યારે તેમને સતાવીશ નહિ, તેમજ તેમની સાથે લડીશ નહિ. કેમ કે હું તને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપીશ નહિ. કેમ કે મેં તે લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.


અને યહોવાએ મને કહ્યું કે, ‘મોઆબને સતાવશો નહિ, તેમજ તેમની સામે યુદ્ધ કરી લડશો નહિ, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહિ. કેમ કે આ તો મેં લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.’


Lean sinn:

Sanasan


Sanasan