Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:27
22 Iomraidhean Croise  

“હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી.


જો તે [કોઈને] પકડીને [કેદમાં] પૂરે, અને ન્યાયાસન આગળ બોલાવે, તો તેમને કોણ રોકી શકે?


પણ તે એક એવા છે કે તેમને કોણ ફરવી‍ શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે.


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


“હું જાણું છું કે તમે બધું કરી શકો છો, તને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ.


તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’


યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હ્રદયની ધારણા પેઢી દરપેઢી દઢ રહે છે.


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.


વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.


મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


આ કારણથી પૃથ્વી શોક કરશે, ને ઉપરનાં આકાશો કાળાં થશે; કેમ કે હું તે બોલ્યો છું. મે નિશ્ચય કર્યો છે, હું [તે વિષે] પશ્ચાતાપ કરીશ નહિ, ને તેથી પાછો હઠીશ નહિ.


વળી તરવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા દેશમાં પાછા આવશે; અને જે બાકી રહેલા યહૂદીઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું, કાયમ રહેશે.


તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે અદોમની વિરુદ્ધ કર્યો છે, ને તેણે જે ઈરાદા તેમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળામાંનાં જે સહુથી નાનાં તેઓને તેઓ નક્કી ઘસડી લઈ જશે, તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.


યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે માસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ:સરાયા તો લશ્કરનો મુખ્ય પગાર કરનાર અમલદાર હતો.


હું તને ઉઘાડો ખડક કરી નાખીશ. તું જાળો પાથરવાની જગા થઈ પડશે. તું ફરીથી બંધાઈશ નહિ, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું યહોવા તે બોલ્યો છું.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


Lean sinn:

Sanasan


Sanasan