Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:25
19 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો, તેણે આશૂરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો; તેથી તેને વીલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો.


વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.


જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી,


અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.


હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.


કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.


આશૂર તથા તેના સર્વ લોક ત્યાં છે; તેની કબરો તેની આસપાસ છે; તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.


તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.


એ [આપણું] શાંતિધામ થશે. જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.


તેઓ આશૂર દેશને તરવારથી તથા નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે.


હવે હું તારા પરથી તેની ઝૂંસરી ભાંગી નાંખીશ, ને તારા બંધ તોડી નાખીશ.”


તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.


Lean sinn:

Sanasan


Sanasan