Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પણ તને તો કબર પણ મળી નથી. તારા શબને તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવ્યું છે. તારું કચડાયેલું શબ, યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:19
17 Iomraidhean Croise  

અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’”


નગરમાં આહાબનું જે કોઈ મરશે તેને કૂતરા ખાશે અને જે કોઈ ખેતરમાં મરશે તેને વયુચર પક્ષીઓ ખાશે.”


પછી [યેહૂએ] પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને યિઝ્એલી નાબોથના ખેતરના વાંટામાં નાખ; કેમ કે જ્યારે હું ને તું સાથે સાથે તેના પિતા આહાબ પાછળ સવારી કરતા હતા, ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ ઈશ્વરવાણી ઉચ્ચારી હતી તે યાદ કર:


મળી આવેલા સર્વને વીંધી નાખવામાં આવશે; અને સર્વ પકડાયેલા તરવારથી પડશે.


દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે.


તેમનાં મારી નંખાયેલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ.


તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.


તેઓ નગરમાં આવ્યા ત્યારે નથાન્યાના પુત્ર ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને ટાંકામાં નાખી દીધા.


ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓનાં સર્વ મુડદાં તેણે ટાંકામાં નાખ્યાં હતાં, તે ટાંકું તેણે મુડદાંથી ભર્યું (તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી બીહીને બંધાવ્યું હતું).


તેઓ ખાલદીઓના દેશમાં કતલ થશે, અને તેના મહોલ્લાઓમાં વીંધાઈને નીચે પડશે.


તેની કબરો ખાઇને છેક તળિયે ગોઠવેલી ને તેના લોકો તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.


વળી બેસુન્નતોના જે શૂરવીરો માર્યા ગયેલા છે, જેથી પોતાના યુદ્ધનાં શસ્ત્રોસહિત શેઓલમાં ઊતરી ગયા છે, ને પોતાની તરવારો પોતાનાં માથાં નીચે મૂકી છે, ને તેમનાં દુષ્કર્મો તેમનાં હાડકાં પર છે, તેઓમાં શું તેઓ નહિ પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરોને ત્રાસદાયક [હતા].


Lean sinn:

Sanasan


Sanasan