Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે, પાતાળને તળિયે પહોંચી ગયો છે!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:15
13 Iomraidhean Croise  

જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


કેમ કે જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે, ને જે ઉન્મત્ત છે, તે સર્વ પર સૈન્યોના ઈશ્વર યહોવાએ [નકકી કરેલો] દિવસ આવનાર છે; અને તે [સર્વ] નમાવવામાં આવશે.


એ માટે કે પાણી પાસેનાં [અને] પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી ન પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી ન કરે; કેમ કે તેઓ [બીજાં] મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને [તથા] અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.


જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.


તેની કબરો ખાઇને છેક તળિયે ગોઠવેલી ને તેના લોકો તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.


હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”


અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan