Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેં તારા હ્રદયમાં કહ્યું હતું, “હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેં તારા મનમાં કહેલું, ‘હું આકાશમાં ચડીશ. હું ઈશ્વરના સર્વ તારાઓથી ય ઊંચે મારી રાજગાદી સ્થાપીશ. હું ઉત્તરના ભાગમાં આવેલા દેવોની સભાના પર્વતના શિખરે બિરાજીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તું તારા મનમાં એમ માનતો હતો કે, “હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:13
23 Iomraidhean Croise  

જો તેનો યશ આકાશ સુધી ચઢે અને તેનું માથું આભ સુધી પહોંચે;


મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.


છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


તૂરને કહે કે, હે સમુદ્રના બારા પર રહેનાર તથા ઘણા ટાપુઓના લોકોના સોદાગર, તને પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, તેં કહ્યું છે કે, હું સૌદર્યમાં સંપૂર્ણ છું.’


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


ત્યારે પણ શું તું તને મારી નાખનારની આગળ એમ કહીશ કે, ‘હું ઈશ્વર છું?’ પણ, તને ઘા મારનારના હાથમાં તો તું માણસ છે, ઈશ્વર તો નહિ.


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


પ્રભુ યહોવા કહે છે કે, તે કદમાં ઊંચું થયું છે, ને તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે, ને તેનું અંત:કરણ તેની ઊંચાઈને લીધે ગર્વિષ્ઠ થયું છે.


ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ને તેમનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યા, ત્યારે તેમને પોતાનાં રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને તેમનો બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો.


હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”


જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”


અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


Lean sinn:

Sanasan


Sanasan