Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ દૂર દેશથી, દિગંતથી આવે છે. યહોવા તથા તેમના કોપનાં શસ્ત્રો આખા દેશનો વિનાશ કરવા આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ દૂરદૂરના દેશોમાંથી અને પૃથ્વીના છેડેથી આવે છે. પ્રભુ અને તેમના કોપનો અમલ કરનારા સૈનિકો આખા દેશનો વિનાશ કરવાને આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે. યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી, ક્ષિતિજને પેલે પારથી સમગ્ર દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:5
19 Iomraidhean Croise  

યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે! અને યુદ્ધનાં શસ્‍ત્રોનો કેવો વિનાશ થયો છે!”


“અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!


જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.


જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.


ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.


જુઓ, યહોવા પોતે બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે! તેમના હોઠો કોપથી ભરેલા છે, ને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.


કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે.


તમે સર્વ એકઠા થાઓ, ને સાંભળો; તેઓમાંના કોણે એ બિનાઓ જાહેર કરી છે? જેના પર યહોવા પ્રેમ રાખે છે, તે બાબિલ પર તેનો ઈરાદો પૂરો કરશે, ને તેના હાથ ખાલદીઓ પર પડશે.


તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.


તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.


વળી તે દિવસે મિસરની નદીઓના છેડાઓ પર જે માખી છે તેને, અને આશૂર દેશમાં જે મધમાખી છે તેમને યહોવા સીટી વગાડી બોલાવશે.


યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ઉઘાડીને પોતાના કોપનાં હથિયાર કાઢયાં છે; કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાને ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.


ઉત્તર દિશાથી લોકો તેના પર ચઢી આવે છે, તેઓ તેની ભૂમિ ઉજ્જડ કરી નાખશે, તેમાં કોઈ રહેશે નહિ; મનુષ્ય તથા પશુ બન્ને ત્યાંથી નાસી ગયા છે.


કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.


તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.


મારા લોકોની દીકરીના રુદનનો પોકાર દૂર દેશથી આવે છે: ‘શું યહોવા સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોરેલી મૂર્તિઓથી, ને પારકી વ્યર્થ વસ્તુઓથી મને રોષ ચઢાવ્યો છે?


એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan