Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વરુઓ તેઓની હવેલીઓમાં, અને શિયાળો તેઓના સુખદાયક મહેલોમાં ભૂંકશે; તનો વખત પાસે આવે છે, ને હવે તે ઘણા દિવસ ટકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેમના કિલ્લાઓમાં વરુ અને તેમના વૈભવવિલાસી મહેલોમાં શિયાળવાં ભૂંકશે. બેબિલોનનો સમય આવી લાગ્યો છે; તેનું પતન નજીક છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 વરુઓ તેઓના કિલ્લાઓમાં અને શિયાળો તેઓના સુંદર મહેલોમાં ભોંકશે. તેનો સમય પાસે આવે છે અને હવે તે વધારે દિવસ સુધી ટકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:22
19 Iomraidhean Croise  

તો પણ તમે શિયાળવાંની જગામાં અમને કચડ્યા છે, ને મોતની છાયાથી અમને ઢાંકી નાખ્યા છે.


“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે.


જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને માટે વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે.


મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં [તેમને સૂવાને સ્થાને] , ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.


જંગલનાં શ્વાપદો, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે; કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ કરેલાઓને પીવડાવવા માટે, હું અરણ્યમાં પાણી તથા ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું.


મોઆબની આફત નજીક આવી પહોંચી છે, ને તેની પાયમાલી બહુ ઉતાવળથી આવે છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘પાર ફેરવવામાં આવતી ખળીના જેવી બાબિલની દીકરી છે; થોડી વાર પછી તેને ઊપણવાની વેળા આવશે.


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાળીને ધવડાવે છે! પણ મારા લોકોની દીકરી રાનમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.


[મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


ઢોરઢાંક, એટલે અન્ય પ્રજાઓનાં સર્વ પશુઓ, તેમાં પડી રહેશે. બગલાં તથા શાહુડીઓ તેના [પડેલા સ્તંભોનાં] મથાલાં મધ્યે રહેશે. [તેમના] સ્વરનુમ ગાયન બારીઓમાં સંભળાશે. ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટનું કામ ઉઘાડું કરી નાખ્યું છે.


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan