Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ ત્યાં જંગલી જનાવર બેસશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે. ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પણ ત્યાં રણપ્રદેશમાં પ્રાણીઓનો વાસો થશે. તેમનાં ઘરો ધુવડોથી ભરાઈ જશે; ત્યાં શાહમૃગોનો વાસ થશે અને જંગલી બકરાં કૂદાકૂદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે; અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:21
10 Iomraidhean Croise  

“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.


તથા શાહમૃગ, તથા રાતશકરી તથા શાખાફ, તથા શકરો તેની જાત પ્રમાણે;


[મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.


ઢોરઢાંક, એટલે અન્ય પ્રજાઓનાં સર્વ પશુઓ, તેમાં પડી રહેશે. બગલાં તથા શાહુડીઓ તેના [પડેલા સ્તંભોનાં] મથાલાં મધ્યે રહેશે. [તેમના] સ્વરનુમ ગાયન બારીઓમાં સંભળાશે. ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટનું કામ ઉઘાડું કરી નાખ્યું છે.


તેણે મોટે સ્વરે કહ્યું, “પડયું રે, મોટું બાબિલોન પડયું, અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ, અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે!


Lean sinn:

Sanasan


Sanasan