Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ. આરબ લોકો ત્યાં પોતાનો તંબુ બાંધશે નહિ, કે ભરવાડો પોતાનાં ટોળાને ત્યાં બેસાડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:20
20 Iomraidhean Croise  

પલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યાં, આરબો પણ તેને માટે સાત હજાર સાતસો ઘેટાં ને સાત હજાર સાતસો બકરા લાવ્યા.


તે રાતે શૂન્યકાર થઈ રહો, તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ.


હે પ્રાણપ્યારા, તું [તારાં ટોળાં] ક્યાં ચારે છે, [ને] તેમને બપોરે ક્યાં વિસામો લેવડાવે છે, તે મને કહે; કેમ કે તારા સોબતીઓનાં ટોળાની સાથે બુરખાવાળીના જેવી હું શા માટે થાઉં?


“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી:“દક્ષિણમાં વાવંટોલિયાના સુસવાટાની જેમ [આપત્તિ] અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.


કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.


યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે, ને યહોવાના હાથે દોરીથી [માપીને] તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.


હાસોર સદાકાળ શિયાળોનું રહેઠાણ તથા ઉજ્જડ સ્થળ થશે. ત્યાં કોઈ વસશે નહિ, ને કોઈ માણસ તેમાં પ્રવાસ કરશે નહિ.”


યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.


ઉત્તર દિશાથી લોકો તેના પર ચઢી આવે છે, તેઓ તેની ભૂમિ ઉજ્જડ કરી નાખશે, તેમાં કોઈ રહેશે નહિ; મનુષ્ય તથા પશુ બન્ને ત્યાંથી નાસી ગયા છે.


તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.


તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.


યહોવા કહે છે, “રે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, તું જો, હું તારી વિરુદ્ધ છું! હું મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ, ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ.


દેશ કાંપે છે ને પીડાય છે, કેમ કે બાબિલ દેશને ઉજ્જડ તથા વસતિહીન કરવાના યહોવાના સંકલ્પ દઢ છે.


બાબિલના ઢગલા થશે, તે શિયાળોની બોડ થશે, તે વસતિહીન થઈને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું થશે.


તેનાં નગરો ઉજ્જડ, સૂકી ભૂમિ તથા વગડો થઈ ગયાં છે, તેમાં કોઈ માણસ રહેતું નથી, ને તેમાં થઈને કોઈ માણસ જતું આવતું નથી.


Lean sinn:

Sanasan


Sanasan