Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 12:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 12:1
55 Iomraidhean Croise  

પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.


કેમ કે તું તારું દુ:ખ વીસરી જશે, વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે.


એ જ મારું તારણ પણ થઈ પડશે; કેમ કે અધર્મી માણસથી તેમની આગળ આવી શકાય નહિ.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


તમે મારું મહત્‍ત્વ વધારો, અને પાછા ફરીને મને દિલાસો આપો.


હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.


મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.


મારા સંપૂર્ણ હ્રદયથી હું યહોવાની આભારસ્તુતિ કરીશ, હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ.


પણ થોડી મુદતમાં [મારો] કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે.”


બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર [રહેવાશે નહિ]. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.


જેમ ઇઝરાયલને માટે તેના મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી, તેવી સડક આશૂરમાંથી તેના લોકના શેષને માટે થશે.


યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે.


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


હે યહોવા, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદભુત કાર્યો કર્યાં છે, તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડયા છે.


તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”


તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: અમારું એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા [ઈશ્વર] તારણને અર્થે ઠરાવી આપશે.


યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.


હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


મેં ક્ષણવાર તને તજી હતી:પણ હવે પુષ્કળ દયાથી હું તને સમેટીશ.


ક્રોધના આવેશમાં મેં પળવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું, પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ, તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે.


કેમ કે મારે તો એ નૂહના જળપ્રલય સરખું છે; જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી ભૂમિ પર થનાર નથી, તેમ મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી ક્રોધાયમાન થઈશ નહિ, ને તને ધમકાવીશ નહિ.


[પ્રભુ કહે છે] “પરદેશીઓ તારા કોટ બાંધશે, ને તેમના રાજાઓ તારી સેવા કરશે; કેમ કે મારા કોપમાં મેં તને માર્યો, પણ મારી કૃપામાં મેં તારા પર દયા કરી છે.


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?


પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું.


જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.


તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો સાદ સંભળાશે. હું તેઓને વધારીશ, ને તેઓ ઓછા નહિ થશે; હું તેઓને મહિમાવાન કહીશ, ને તેઓ નમાલા થશે નહિ.


ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


[તેઓ કહેશે કે,] ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.


એ માટે યહોવા કહે છે કે, ‘હું કૃપાદાનો લઈને યરુશાલેમના પક્ષમાં પાછો આવ્યો છું.’ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘મારું મંદિર તેમાં બંધાશે, ને યરુશાલેમ ઉપર [માપવાની] દોરી લંબાવવામાં આવશે.’


તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.


યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેમનું નામ એક જ હશે.


પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની જેમ વર્તીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું [ઈશ્વરની સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?


Lean sinn:

Sanasan


Sanasan