Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 11:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી એફ્રાઈમની અદેખાઈ મટી જશે, ને યહૂદાને પજવનારાને નાબૂદ કરવામાં આવશે; એફ્રાઈમ યહૂદાની અદેખાઈ કરશે નહિ, ને યહૂદા એફ્રાઈમને પજવશે નહિ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એફ્રાઈમમાંથી ઈર્ષા નાબૂદ થશે અને યહૂદિયાના દુશ્મનો નષ્ટ થઈ જશે. એફ્રાઈમ યહૂદિયાની અદેખાઈ કરશે નહિ અને યહૂદિયા એફ્રાઈમ પ્રત્યે વેરભાવ રાખશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી એફ્રાઇમની ઈર્ષ્યા મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 11:13
8 Iomraidhean Croise  

મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને [ખાઈ જશે]. તેઓ બન્ને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


તે સમયે યહૂદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે, ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે.”


“આ લોકો કહે તે તું ધ્યાનમાં લેતો નથી? [તેઓ કહે છે કે,] ‘જે બે ગોત્રને યહોવાએ પસંદ કર્યાં હતાં તેઓનો યહોવાએ અનાદર કર્યો છે, ’ એમ કહેતાં તેઓ મારા લોકોનો તિરસ્કાર કરે છે કે તેઓની નજરમાં મારા લોકોની પ્રજાની ગણતરીમાં ન ગણાય.


યહોવા કહે છે, તે દિવસોમાં તથા તે સમયમાં ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો ભેગા થઈને આવશે. તેઓ રસ્તે રડતા રડતા ચાલ્યા જશે, ને પોતાના ઈશ્વર યહોવાને શોધશે.


પ્રભુ યહોવા કહે છે, “જે પ્રજાઓમાં તેઓ વિખેરાઈ ગયેલા છે તેઓમાંથી ઇઝરાયલના વંશજોને હું ભેગા કરીશ, ને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો, તેમાં રહેશે.


તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્‍એલનો દિવસ મોટો થશે.


Lean sinn:

Sanasan


Sanasan