Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તે વનની ઝાડીઓને લોઢાથી કાપી નાખશે, અને લબાનોન બળવાનના હાથથી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 કુહાડાથી ગીચ જંગલને કાપી નાખવામાં આવે અને લબાનોનનાં મજબૂત વૃક્ષો ઢળી પડે તેમ પ્રભુ તેમને કાપી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 કુહાડીથી કપાતાં જંગલના ઝાડોની જેમ તે તેમને કાપી નાખશે અને લબાનોનનાં ભવ્યમાં ભવ્ય વૃક્ષો પણ ધરાશાયી થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:34
19 Iomraidhean Croise  

હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા, તથા તેમનાં વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો


વળી તેના વનની તથા તેના ફળદ્રુપ ખેતરની શોભા, આત્મા અને શરીર બન્નેને તે નષ્ટ કરશે. અને માંદો માણસ સુકાઈ જાય છે તે પ્રમાણે તે થશે.


લબાનોનનાં સર્વ મોટાં ને ઊંચાં થએલાં એરેજવૃક્ષો પર, બાશાનનાં સર્વ એલોન ઝાડ પર;


ત્યારે જે તરવાર માણસની નથી તેથી આશૂર પડશે; અને જે તરવાર માણસની નથી તે તેનો સંહાર કરશે; અને તેની આગળથી તે નાસશે, ને તેના જુવાનો વેઠિયા થશે.


દેશ વિલાપ કરે છે, ને નિર્ગત થાય છે; લબાનોન લજિજત થઈને ચીમળાઈ જાય છે! શારોન ઉજજડ રાજ જેવો થયો છે; બાશાન તથા કાર્મેલ [પોતાનાં પાતરાં] ખેરવી નાખે છે.


તારા સંદેશીયા દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; તેનાં ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; હું તેના સૌથી છોવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.


યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી.


હું તારી વિરુદ્ધ શસ્ત્રો સજેલા વિનાશકોને તૈયાર કરીશ; તેઓ તારાં ઉત્તમ એરેજવૃક્ષોને કાપીને અગ્નિમાં નાખશે.


મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે.


જો, આશૂરી તો લબાનોનના એરેજવૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તથા તેનું કદ ઊંચું હતું; તેની ટોચ વાદળ સુધી પહોંચી હતી.


વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઊતરતો જોયો, ને એમ કહેતા સાંભળ્યો કે, ‘ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો; તોપણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વનચર જાનવરોની સાથે થાય.’


યહોવા એમ કહે છે, “જો કે તેઓ પૂરેપૂરા બળવાન તેમ જ સંખ્યાબંધ હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે, ને તે હતો ન હતો થઈ જશે. જો કે મેં તને દુ:ખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુ:ખી કરીશ નહિ.


અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.


તોપણ દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.


પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.


પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan