Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 દુશ્મનો નોબમાં ખડક્યા છે અને ત્યાંથી સિયોન પર્વત પર, યરુશાલેમ શહેર પર આક્રમણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 આજે જ તે નોબમાં મુકામ કરશે અને સિયોનની દીકરીના પર્વતની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુઠ્ઠી ઉગામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 હુમલાખોરો આજે જ નોબમાં મુકામ કરશે. અને સિયોનના પર્વત ભણી, યરૂશાલેમ ભણી તે મુઠ્ઠી ઉગામશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:32
21 Iomraidhean Croise  

આ બિનાઓ બન્યા પછી અને આવી પ્રામાણિક વર્તણૂક ચલાવ્યા પછી આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરીને કિલ્લાવાળાં નગરોની સામે છાવણી નાખી, ને તે તેઓને જીતી લેવાનું ધારતો હતો.


હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, ને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર હુમલો કરવાનો છે,


અનાથોથ, નોબ, અનાન્યા;


સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.


માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, આશૂરથી બીતા નહિ; તે તો છડીથી તને મારશે, ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ ઉગામશે.


માદમેના નાસી જાય છે; ગેબીમના રહેવાસીઓ પોતાની [માલમતા] લઈને નાસે છે.


યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.


ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઈશારા કરો કે તેઓ અમીરોની ભાગળોમાં પેસે.


અરણ્યને માર્ગે સેલાથી, સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.


તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.


છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે.


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


કેમ કે જુઓ, હું મારો હાથ તેમના પર હલાવીશ, ને જેઓ તેમને તાબે રહેતા હતા તેઓ તેમને લૂંટશે. અને તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને મોકલ્યો છે.


પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને પૂછ્યું, “તું એકલો કેમ છે? અને તારી સાથે કોઈ માણસ [કેમ] નથી?”


ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે, ‘જે કામ માટે હું તને મોકલું છું, ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે; અને અમુક અમુક જગા પર મેં જુવાનોને નીમ્યા છે.’


અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું, એટલે પુરુષો તથા સ્‍ત્રીઓનો, મોટાં તથા ધાવણાં બાળકોનો તેમ જ બળદો, ગધેડાં તથા ઘેટાંનો તેણે તરવારની ધારથી [સંહાર કર્યો].


ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને અહીટૂભના દિકરા અહીમેલેખ પાસે નોબમાં આવતો જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan