Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:28
12 Iomraidhean Croise  

બિન્યામીનના પુત્રો પણ ગેબાથી માંડીને મિખ્માશ, આયા, બેથેલ તથા તેના કસબાઓમાં;


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.


તેઓ પાછા વળીને ચાલી નીકળ્યા, ને છોકરાં તથા ઢોર તથા માલમિલકતને પોતાની આગળ રાખ્યાં.


પછી શાઉલે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને ચૂંટી કાઢ્યા; તેમાંના બે હજાર શાઉલની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, ને એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા. અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા.


પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશના ઘાટ આગળ આવી પહોંચ્યું.


અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.


શાઉલે ગિબયાના છેક છેવાડા ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો. તેની સાથેના લોક આસરે છસો માણસ હતા.


તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓને મારતા ગયા. પણ લોકો બહુ નિર્ગત થઈ ગયા હતા.


એક ભેખડ ઉત્તર તરફ મિખ્માશ સામે, ને બીજી ભેખડ દક્ષિણ તરફ ગેબા સામે આવેલી હતી.


અને દાઉદ સરસામાન સાચવનારના હાથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો, ને ત્યાં જઈને તેણે પોતાના ભાઈઓને સલામ કરી.


Lean sinn:

Sanasan


Sanasan