Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તે સમયે તેનો ભાર તારી ખાંધ પરથી, ને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, ને પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તે દિવસે આશ્શૂરનો બોજો તમારા ખભા પરથી ઊતરી જશે અને તેની ઝૂંસરી તમારી ડોક પરથી ફગાવી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:27
28 Iomraidhean Croise  

હે ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ, કે વરસાદ, કે અપર્ણનાં ખેતરો ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાની ઢાલ, એટલે શાઉલની ઢાલ, જાણે કે તે તૈલાભિષિક્ત થઈ જ ન હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે.


[તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”


તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ન ફેરવો.


પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.


હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.


તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.


મેં તેના ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ ટોપલાથી છૂટા થયા.


હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો.


એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.


જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે.


વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”


હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ.


વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે,


યહોવાની સેવા કરવાને હારુનને તથા તેના પુત્રોને યાજક તરીકે તેણે રજૂ કર્યા તે જ દિવસે યહોવાના હોમયજ્ઞમાંથી તેનો અભિષેકનો હિસ્સો તે આ પ્રમાણે છે:


“પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા


તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યા છે.”


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan