Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 “હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંના થોડા જ પાછા આવશે;” ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થએલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ઇસ્રાએલીઓ સાગરની રેતી જેટલા હશે, તોયે તેમાંથી ફકત થોડા બાકી રહેલા માણસો જ પાછા આવશે, એમનો વિનાશ નિર્માઈ ચૂક્યો છે, અને પ્રતિશોધ તો પૂરની જેમ આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:22
24 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા [અગણિત] હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા હતા.


કેમ કે યરુશાલેમમાંથી શેષ ને સિયોન પર્વતમાંથી બચી જનારાઓ નીકળશે.’ યહોવાની આસ્થાને લીધે એમ થશે.


યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે પોતાની જડ નાખશે, ને તેને ફળ આવશે.


હે યાકૂબનાં સંતાનો તથા ઇઝરાયલનાં સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો, ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને [મેં તમને] ઊંચકીને ફેરવ્યા છે;


વળી તારાં સંતાન રેતી જેટલાં ને તારા પેટથી પેદા થયેલાં તેની રજકણો જેટલાં થાત; તેનું નામ મારી સમક્ષ નાબૂદ થાત નહિ ને તે વિનાશ પામત નહિ.


વળી યહોવા કહે છે, “સિયોનને માટે, તથા યાકૂબમાંના આધર્મથી પાછા ફરનારાને માટે ઉદ્ધારનાર આવશે.”


ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવા [ઠરાવેલે] સમયે તે જલદી કરીશ.”


યહોવા કહે છે, “જેમ ઝૂમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં આશીર્વાદ છે, ’ એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય.


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


વળી તરવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા દેશમાં પાછા આવશે; અને જે બાકી રહેલા યહૂદીઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું, કાયમ રહેશે.


તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.”


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકત્ર કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.


Lean sinn:

Sanasan


Sanasan