Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે તે કહે છે, “મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટ્રોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:13
31 Iomraidhean Croise  

ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર ચઢી આવ્યો, અને ઈયોન, આબેલ-બેથ-માકા, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, તથા ગાલીલ, એટલે નફતાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો. અને ત્યાના [રહેવાસી] ઓને પકડીને તે આશૂર લઈ ગયો.


પછી આહાઝે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આશૂરના રાજાને ભેટ દાખલ મોકલ્યું.


આશૂરના રાજાએ બાબિલમાંથી, કુંથામાંથી, આવ્વામાંથી, હમાથમાંથી તથા સફાર્વાઈમમાંથી માણસો લાવીને તેમને ઇઝરાયલી લોકોને બદલે સમરુનનાં નગરોમાં વસાવ્યા. તેઓ સમરુનને પોતાનું વતન કરી લઈને તેનાં નગરોમાં રહ્યા.


હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન લીધું, ને ઇઝરયલને આશૂરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં રખ્યા.


આશૂરનો રાજા ઇઝરાયલને પકડીને આશૂરમાં લઈ ગયો, ને હલાહમાં, ગોઝાન નદી [પર આવેલા] હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં તેઓને રાખ્યા.


જે બધું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું, તે હિઝકિયાએ [તેને] આપ્યું.


ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે, ‘યહોવા આપણને છોડાવશે, ’ ત્યારે તમે તેનું સાંભળશો નહિ.


ઇઝરાયલના ઈશ્વર આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રુબેનીઓને, ગાદીઓને તથા માનાશ્શાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલાહ, હાબોર, હારા અને ગોઝાન નદીને કાંઠે લાવીને [વસાવ્યા]. ત્યાં આજ સુધી તેઓ રહે છે.


દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો સમજે છે; પણ સમજણો દરિદ્રી તેની પરીક્ષા કરી લે છે.


કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?


જેઓ પોતાની દષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!


મિસર નાઈલની જેમ ચઢી આવે છે, ને તેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે; તે કહે છે, ‘હું ચઢી આવીશ, હું પૃથ્વી પર ફરી વળીશ; હું નગરને તથા તેમાં રહેનારાઓને નષ્ટ કરીશ.’


‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, ’ એવું તમે કેમ કહો છો?


તેઓને કહે કે, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો, જ્યારે યહૂદિયાન લોકો બંદીવાસમાં ગયા, ત્યારે તેમની વિરુદ્ધ તેં વાહ વાહ કર્યું.


“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


તમે તમારે મોઢે મારી સામે વડાઈ કરી છે, ને મારી વિરુદ્ધ ફાવે તેમ બોલ્યા છો. મેં તે સાંભળ્યું છે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


કેમ કે યહોવા, જેમનું નામ સૈન્યોના ઈશ્વર છે, તે કહે છે, “હું તમને દમસ્કસની પેલી પાર ગુલામીમાં મોકલી દઈશ.”


વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો.


પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


તે માટે તે પોતાની મોટી જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળણી આગળ ધૂપ બાળે છે; કેમ કે તેમના વડે તેનો હિસ્સો મોટો હોય છે, તથા તેને પુષ્કળ ખોરાક મળે છે.


શું એ સર્વ તેની વિરુદ્ધ દ્દષ્ટાંત આપીને તથ મહેણાં મારીને આ પ્રમાણે કહેશે નહિ કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ!’ ક્યાં સુધી? તે તો કડપોથી પોતાને લાદે છે!


અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપતિ મેળવી છે.


યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઇચ્છતો નથી, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાશ મારીને કહે કે, ‘મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે.’


Lean sinn:

Sanasan


Sanasan