Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “સિયોન નગર બધી વસ્તુઓથી વંચિત થઇ ગયું છે જેમકે દ્રાક્ષની વાડીઓમાં આશ્રય અથવા કાકડીના ખેતર તે ઘેરાબંધ શહેર જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:8
21 Iomraidhean Croise  

કરોળિયાના જાળાની જેમ અને રખેવાખે બાંધેલા માંડવાની જેમ તે પોતાનું ઘર બાંધે છે.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.


હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ, ને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ, ને તારી સામા મોરચા ઊભા કરીશ.


તમે એકની ધમકીથી એક હજાર નાસી જશો; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો; અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા, ને ડુંગર પર નિશાનના જેવા થોડાંજ રહી જશો.


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


આશૂરના રાજાએ પોતાના સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે. કદાચ તેના સર્વ શબ્દો તમારા ઈશ્વર યહોવા સાંભળશે, ને તે સાંભળીને [તેને માટે] તે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તમે પ્રાર્થના કરો.”


જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે [ત્યારે એમ થશે].


ત્યારે તું તારા મનમાં કહેશે, ‘મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે? કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું, બંદીવાન તથા આમતેમ ભટકનારી છું. તેઓને કોણે ઉછેર્યા છે? હું એકલી રહેતી હતી. તેઓ ક્યાં હતા?’”


જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, “જો તારું તારણ આવે છે; જો, તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે.


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.


સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ.


પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.


જાણે કે વાડીનો મંડપ હોય, તેમ યહોવાએ પોતાનો મંડપ બલાત્કારથી તોડી પાડ્યો છે! તેમણે પોતાનું સભાસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાએ સિયોનમાં નીમેલાં પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, ને પોતાના ક્રોધાવેશમાં પ્રભુએ રાજાને તથા યાજકોને તુચ્છકાર્યા છે.


હે સિયોનની પુત્રી, ગાયન તથા આનંદ કર; કેમ કે યહોવા કહે છે, ‘જો, હું આવું છું, ને હું તારી સાથે વાસો કરીશ.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


“ઓ સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan