Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સારું કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષણ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ન્યાયને માર્ગે ચાલો, જેમના પર ત્રાસ થાય છે તેમને બચાવો, અનાથનું રક્ષણ કરો, વિધવાઓ અને ગરીબોને મદદ કરો, તેમના પ્રત્યે માયાળુ બનો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:17
24 Iomraidhean Croise  

ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.


અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.


યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.


ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે.


તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર, અને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપ.”


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!


યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.


[પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?


હે દાઉદના વંશજો, યહોવા કહે છે કે, સવારે ન્યાય કરો, ને જે લૂંટાયો છે તેને જુલમગારના હથમાંથી છોડાવો, રખેને તમારાં કર્મોની દુષ્ટતાને લીધે મારો કોપ અગ્નિની જેમ સળગી ઊઠે, ને તેને હોલવનાર કોઈ મળે નહિ.


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


જે અપરાધ તમે કર્યા છે, તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો; અને તમે નવું અંત:કરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોકો, તમે શા માટે માર્યા જાઓ?


તારી અંદર માત-પિતાનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. તારી અંદર પરદેશીઓ પર કેર વર્તાવવામાં આવ્યો છે. તારી અંદર અનાથ પર તથા વિધવાઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે.


પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાના હુકમનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો. નેકી [નો માર્ગ] શોધો, નમ્રતા શોધો : કદાચ યહોવાના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.


તમારે આ કામો કરવાં:તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો; તમારા દરવાજાઓમાં અદલ ઇનસાફ કરીને શાંતિનો અમલ કરો.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


Lean sinn:

Sanasan


Sanasan