Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આમોસના પુત્ર યશાયાએ યહૂદામાં ઉઝિઝયા, યોથામ, આહાઝ અને હિઝિક્યા રાજાઓના અમલ દરમ્યાન સંદર્શનો જોયાં. તે સંદર્શનોમાંથી તેને સંદેશા મળ્યા. આ સંદેશાઓમાં યહોવાએ યરૂશાલેમ અને યહૂદામાં આવનાર દિવસોમાં શું બનવાનું હતું તે તેને બતાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:1
38 Iomraidhean Croise  

ઇઝરાયલના રાજા યરોબામને સત્તાવીસમે વર્ષે યહૂદિયાના રાજા અમાસ્યાનો દીકરો અઝાર્યા રાજ કરવા લાગ્યો.


યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયાને ઓગણચાળીસમે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં એક મહિનાની મુદત સુધી રાજ કર્યું.


ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે બીજે વર્ષે યહૂદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો.


અને ઉઝિયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટ્યો, અને તેના દીકરા યોથામે તેની જગાએ રાજ કર્યું.


ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાને ત્રીજે વર્ષે એમ થયું કે, યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો.


અને એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તેને, તથા શેબ્ના ચિટનીસને, તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઓઢાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.


યહૂદિયાના સર્વ લોકોએ ઉઝિયા કે, જે સોળ વર્ષનો હતો, તેને તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો.


ઉઝિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.


યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ યરુશા હતું. તે સાદોકની દીકરી હતી.


આહાઝ રાજા થયો ત્યારે તે વીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. તેના પિતા દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહિ.


વળી આભારાર્થાર્પણ તરીકે છસો ગોધા તથા ત્રણ હજાર ઘેટા ચઢાવવામાં આવ્યાં.


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી [સંદર્શનમાં] જે વાત પ્રગટ થઈ તે.


તે જ સમયે યહોવા આમોસના દીકરા યશાયાની મારફતે આ પ્રમાણે બોળ્યા : “જા, તારી કમર પરથી ટાટ ઉતાર, ને તારા પગમાંથી જોડા કાઢ.” તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.


કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.


તેણે મહેલના કારભારી એલિયાકીમને, શેબના ચિટનીસને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાવીને તેમને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.


તે સમયે હિઝકિયા મરણતોલ માંદો પડયો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, ને જીવવાનો નથી.’”


હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે અવાજે પોકાર; પોકાર, બીશ નહિ; યહૂદિયાનાં નગરોને કહે, “જુઓ, તમારા ઈશ્વર!


ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું.


યહૂદિયાના રાજા ઉઝિયાના દિકરા યોથામના દીકરા આહાઝના સમયમાં અરામનો રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકા યરુશાલેમની સાથે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તે પર ફતેહ પામી શક્યા નહિ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.


ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા, તેઓની કારકિર્દીમાં, તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં, યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે.


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે.


યહૂદિયાના રાજાઓ યોથમ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખાહ મોરેશેથની પાસે આવ્યું, [અને] જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે.


નિનવે વિષે ઈશ્વરવાણી. એલ્કોશના નાહૂમના સંદર્શનનું પુસ્તક.


પછી યહોવાએ મને ઉત્તર આપ્યો, “સંદર્શન લખ, ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પરાત્પરનું જ્ઞાન જાણે છે, અને જે પોતાની આંખો ઉઘાડી રાખતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:


જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પોતાની આંખો ઉઘાડી છતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:


અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”


હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ ગૂંચવાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા.


તે માટે, હે આગ્રીપા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહિ.


અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુનાં દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan