Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ગિબયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિ ભ્રષ્ટ થઈ ગયા છે. તેઓના દુરાચરણનું સ્મરણ કરીને તે તેઓનાં પાપની શિક્ષા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 અગાઉ ગિબ્યામાં જે કામો હતાં તેવાં તેમનાં કામ અતિ ભૂંડા છે. ઈશ્વર તેમનાં પાપ યાદ રાખીને તેમને સજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ, તેઓ અતિ ભ્રષ્ટ થયા છે. ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને, તેઓનાં પાપોની સજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:9
16 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “જા, નીચે ઊતર; કેમ કે તારા જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.


વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


હે ઇઝરાયલીઓ જેમની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેમની તરફ ફરો.


યહોવા આ લોકોને કહે છે કે, એમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે; તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી; હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, ને તેઓનાં પાપોને લીધે તેઓને જોઈ લેશે.


હે મનુષ્યપુત્ર, તું ભવિષ્ય ભાખીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેમણે મારલા મહેણા વિષે પ્રભુ હોવા આમ કહે છે. તું કહે કે, તરવાર, તરવાર ઘાત કરવાને તાણેલી છે, તે ખાઈ નાખે, તથા વીજળી જેવી થાય, માટે તેને ઓપ‍ ચઢાવેલો છે.


હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


ગિબયામાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો; બેથ-આવેનમાં ભયસૂચક કરણાટ વગાડો; ‘હે બિન્યામીન, તારી પછવાડે.’


તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.


મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે.


એફ્રાઈમ મારા ઈશ્વરની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની જાળ છે, તથા તેના ઈશ્વરના મંદિરમાં વૈર છે.


મેં કહ્યું, નક્કી તું મારી બીક રાખીશ, તું શિખામણ માનીશ. અને તેથી મેં તેને વિષે જે સર્વ નિર્માણ કર્યું છે તે [પ્રમાણે] તેનું રહેઠાણ નષ્ટ થાય નહિ; પણ તેઓએ વહેલા ઊઠીને પોતાનાં સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”


તેના શેઠે તેને કહ્યું, “એ પરદેશીનું નગર છે જેમાં કોઈ પણ ઇઝરાયલી લોકો નથી, તેમાં આપણે નહિ જઈએ.”


અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો હતો, અને તે ગિબયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા.


તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”


તેઓ બિન્યામીનીઓને ચારે તરફથી ઘેરી લઈને પૂર્વ દિશાએ ગિબયાની સામે સુધી તેઓની પાછળ પડ્યા, ને તેમની આરામની જગાએ તેઓએ તેમને ખૂદી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan