Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેમની બધી દુષ્ટતા ગિલ્ગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમાન પર દ્વેષ આવ્યો. તેઓનાં કૃત્યોની દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રેમ રાખીશ નહિ. તેમના સર્વ અમલદારો ફિતૂરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે. ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓનાં દુષ્કૃત્યોને કારણે, હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવા કહે છે, “ગિલ્ગાલમાં તેઓના બધા ખરાબ કાર્યો જાણીતા થયા. ત્યાં હું તેમને ધિક્કારવા લાગ્યો. તેમના દુષ્કૃત્યોને કારણે હું તેમને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેમના પર પ્રેમ નહિ રાખું. તેમના બધા શાષકો મારી વિરૂદ્ધ થઇ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:15
38 Iomraidhean Croise  

તેથી તેમણે શીલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


મારા મંદિરમાં મારી પ્રિયાનું શું કામ છે? કેમ કે તેણે ઘણાની સાથે કુકર્મ કર્યું છે, ને તારી પાસેથી પવિત્ર માંસ ગયું છે! તું ભૂંડું કરે છે ત્યારે તું હરખાય છે.’”


મને તો મારો વારસો આરણ્યવાસી સિંહના જેવો થઈ પડયો છે! તેણે પોતાનો ઘાંટો મારી સામે કાઢયો છે. તે માટે મેં તેનો તિરસ્કાર કર્યો છે.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.


તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.


એમ તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો, ને પોતાની નગ્નતા ઉઘાડી કરી; ત્યારે જેમ મારું મન તેની બહેન પરથી ઊઠી ગયું તેમ તેના પરથી ઊઠી ગયું.


તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.


ત્યારે [યહોવાએ] કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કેમ કે તમે મારા લોક નથી, ને હું તમારો [ઈશ્વર] થઈશ નહિ.


શું ગિલ્યાદ અન્યાયી છે? તેઓ તદ્દન વ્યર્થતારૂપ છે. ગિલ્ગાલમાં તેઓ ગોધાઓનું બલિદાન આપે છે; હા, તેમની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી થશે.”


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.


મારા ઈશ્વર તેમને તરછોડી નાખશે, કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નહિ; અને તેઓ વિદેશીઓમાં ભટકનારા થશે.


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે.


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


કેમ કે યહોવા, જેમનું નામ સૈન્યોના ઈશ્વર છે, તે કહે છે, “હું તમને દમસ્કસની પેલી પાર ગુલામીમાં મોકલી દઈશ.”


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કર્યો, પણ પ્રમુખ યાજકે તથા તેના સાથીઓએ આવીને સભાને બોલાવી તથા ઇઝરાયલી લોકોના વડીલોને એકત્ર કર્યા, અને તેઓને ત્યાં લઈ આવવાને બંદીખાનામાં [માણસ] મોકલ્યા.


અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા.


તે વરસોવરસ અનુક્રમે બેથેલ, ગિલ્ગાલ તથા મિસ્પામાં જતો હતો, અને તે બધે સ્થળે તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan