Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જોકે તેઓ બાળકો ઉછેરે, તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓ કદાચ બાળકો ઉછેરશે, તો પણ હું તેમને હળી લઇશ. એકનેય હું જીવતું રહેવા દઇશ નહિ. હું તમારી વિમુખ થઇશ અને તમને એકલા તરછોડી દઇશ. તે દિવસ ઘણો દુ:ખદ હશે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:12
23 Iomraidhean Croise  

માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની ર્દષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્ચું નહિ.


એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં જ છે.


જો તેનાં સંતાનની વૃદ્ધિ થાય, તો તે તરવારથી [કતલ થવાને] માટે છે; અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે.


દેશના દરવાજાઓમાં મેં તેઓને સૂપડાથી ઊપણ્યા છે; મેં મારા લોકોને નિસંતાન તથા નષ્ટ કર્યા છે; [કેમ કે] તેઓ પોતાના માર્ગોથી ફર્યા નથી.


હે યરુશાલેમ, શિક્ષાથી સમજી જા; રખેને મારું મન તારા પરથી ઊતરી જાય, ને હું તને ઉજ્જડ તથા નિર્જન પ્રદેશ કરી મૂકું.”


હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે, તમે કોને આવું [દુ:ખ] દીધું છે! શું સ્‍ત્રીઓ પોતાના પેટના ફળને એટલે ખોળામાં રમાડેલાં પોતાનાં ધાવણાં બાળકોને ખાય? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય?


જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ [લડાઈની] બીક ઊભી કરી છે. ને યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.


તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનું સત્યાનાશ જાઓ! કેમ કે તેઓએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. હું તેઓનો ઉદ્ધાર કરવા ઇચ્છતો હતો, તોપણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કહી છે.


મેં તૂરને જોયું છે તેવી જ રીતે એફ્રાઈમ મનોરંજક જગામાં રોપાયેલો છે; પણ એફ્રાઈમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.


એફ્રાઈમ પર મરો આવેલો છે, તેમનું મૂળ સુકાઈ ગયું છે, તેમને કંઈ પણ ફળ આવશે નહિ. હા, જો કે તેઓને ફળ આવે, તોપણ તેમના ગર્ભ‍સ્થાનના પ્રિય ફળનો તો હું સંહાર કરીશ.”


એવું કરનાર માણસના જાગતા રહેનારને તથા ઉત્તર આપનારને, અને સૈન્યોના [ઈશ્વર] યહોવાને બલિદાન આપનારને, યહોવા યાકૂબના તંબુઓમાંથી નાબૂદ કરશે.


જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે ચાળીસ દિવસ, તેઓની સંખ્યા‍ પ્રમાણે, અકેક દિવસને બદલે અકેક વર્ષ લેખે, ચાળીસ વર્ષ સુધી તમે તમારા અન્યાયનું [ફળ] ખાશો, ને મારા વિયોગનો અનુભવ કરશો.


કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.


તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટાંબકરાંનાં બચ્ચાં શાપિત થશે.


તારા દીકરા ને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે, ને તારી આંખો તે જોશે, ને તેઓને માટે આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંખી થઈ જશે. અને તું કશું કરી શકશે નહિ.


તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠશે, ને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ, ને તેઓ ભક્ષ થઈ પડશે, ને ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે; તેથી તે દિવસે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી મધ્યે નહિ હોવાને લીધે આ દુ:ખો આપણ પર આવી પડયાં નથી શું?’


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


પણ વિદેશીઓના હરોશેથ સુધી, બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.


હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan