Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઇઝરાયલ, બીજા લોકોની જેમ આનંદ ન કર. કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે ઇસ્રાએલ, બીજા રાષ્ટ્રોનાં લોકોની જેમ આનંદ ન કર. આનદ ન કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:1
24 Iomraidhean Croise  

કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


તું રોપે છે તે જ દિવસે તું તેની વાડ કરે છે, ને સવારમાં તારાં બીજ ખીલી નીકળે એવું કરે છે; પણ શોક તથા અતિશય દુ:ખને દિવસે તેના પાકનો લોપ થઈ જશે.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


પણ તું પોતાના સૌદર્ય પર ભરોસો રાખીને તારી કિર્તીને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ ગઈ, ને પાસે થઈને જનાર દરેકની સાથે તેં વ્યભિચાર કર્યો.


પ્રભુ યહોવા કહે છે કે, તું આ સર્વ કૃત્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનું કામ કરે છે, માટે તારું હ્રદય કેવું નિર્બળ છે કે,


તમે કહો છો કે, અમે વિદેશીઓની જેમ [અન્ય] દેશોનાં કુટુંબોની જેમ, લાકડા તથા પથ્થરની સેવા કરનારા થઈશું, એ તમારા મનના [મનોરથો] બિલકુલ પૂરા પડશે નહિ.


તે ઘાણ વાળે તે માટે તેને સરાણે ચઢાવેલી છે! તે વીજળી જેવી‍ ચળકતી થાય માટે તેને ઓપ દીધેલો છે! તો શું આપણે વિનોદ કરીશું? મારા પુત્રની છડી તો પ્રત્યેક વૃક્ષને તુચ્છ ગણે છે.


સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.


તેના દ્રાક્ષાવેલા તથા તેની અંજીરીઓ કે જેઓ વિષે તેણે કહ્યું છે, ‘આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે.’ તેઓને હું વેરાન કરી નાખીશ; અને હું તેઓને જંગલ કરી નાખીશ, ને વનચર જાનવરો તેમનો ભક્ષ કરશે.


મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.


તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતાં રોકશે; કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હ્રદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી.


તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે.


વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી બધી બડાઈ ખોટી છે.


હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.


Lean sinn:

Sanasan


Sanasan