Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેમ તેઓ આશૂરની પાસે ગયા છે. એફ્રાઈમે પૈસા ઠરાવીને પ્રીતમો રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા, તેઓ આશ્શૂરની પાસે દોડી ગયા. એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે એકલા રખડતાં જંગલી ગધેડા જેવો છે. મદદ માટે તે આશ્શૂર પાસે દોડી ગયો છે. તેઓ ભેટસોગાદ અને પૈસા આપીને બીજી પ્રજાઓનો સાથ મેળવે છે;

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:9
13 Iomraidhean Croise  

આશૂરના રાજા પૂલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાનાં હાથમાં રાજ સ્થિર કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત રૂપું આપ્યું.


તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!


દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.


તું રાજમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ ચૂસ્યા કરે છે; જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ ફેરવી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ; પોતાની ઋતુમાં તે તેઓને મળશે.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan