Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે સમરુન, તેણે તારા વાછરડાને ફેંકી દીધો છે; મારો કોપ તેમની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. નિર્દોષ થતાં તેઓને કેટલો વખત લાગશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 સમરૂનના લોકો સોનાના વાછરડાની પૂજા કરે છે. હું તે ધિક્કારું છું અને મારો ક્રોધ તેમની વિરુદ્ધ સળગી ઊઠયો છે. તેઓ ક્યારે મૂર્તિપૂજાનો ત્યાગ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે.” યહોવાહ કહે છે કે, “મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે સમરૂન! યહોવાએ તારા વાછરડાને અસ્વીકાર કર્યુ છે. દેવ ઇસ્રાએલીઓને કહે છે કે, હું તમારા ઉપર બહું કોપાયમાન છું. ક્યાં સુધી તમે પાપો કરતા રહેશો.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:5
17 Iomraidhean Croise  

અને હવે તમે દાઉદના પુત્રોના હાથમાં યહોવાનું રાજ્ય છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહું મોટું છે, ને યરોબામે જે સોનાના વાછરડા તમારે માટે દેવ તરીકે બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.


વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ ન કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ.


“હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને વળગી રહેશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે?


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


વગડામાંના પર્વતો પર તારાં જારકર્મો તથા તારો ખોંખારો તથા તારા વ્યભિચારની બદફેલી એ તારાં ધિક્કારપાત્ર કર્મો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને હાય હાય! તું શુદ્ધ થવા ચાહતી નથી; તારી એવી હાલત હજી ક્યાં સુધી રહેવાની?”


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.


સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.


ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને [કહેશે] કે, ‘અમારા પર પડો.’


હવે તેઓ અધિકાધિક પાપ કર્યે જાય છે, તેઓએ પોતાને માટે પોતાના રૂપાનાં ઢાળેલાં પૂતળાં, એટલે પોતાની અક્કલ પ્રમાણે મૂર્તિઓ બનાવી છે, એ બધું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિષે કહે છે, ‘બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો.’


કેમ કે એ પણ ઇઝરાયલથી [થયું] છે; કારીગરે તે બનાવ્યું, તે ઈશ્વર નથી; હા, સમરુનના વાછરડાના ટુકડેટુકડા કરવામાં આવશે.


જેઓ સમરુનના પાપના સોગંદ ખાઈને કહે છે કે, ‘હે દાન, તારા દેવના સોગંદ, અને બેર-શેબાના માર્ગના સોગંદ, ’ તેઓ તો પડશે ને કદી પાછા ઊઠશે નહિ.”


તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.


તે દિવસોમાં તેઓએ [સોનાનું] વાછરડું બનાવ્યું, અને તે મૂર્તિને બલિદાન આપ્યું, અને પોતાના હાથની કૃતિમાં હર્ષ પામ્યા.


કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.


Lean sinn:

Sanasan


Sanasan