Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે, ને તેઓએ મહેલો બાંધ્યા છે; યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યાં છે; પણ હું તેનાં નગરો પર અગ્નિ મોકલીશ, ને તે તેઓના કિલ્લા ભસ્મ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “ઇઝરાયલના લોકોએ મહેલો બાંયા છે, પણ પોતાના સર્જકને ભૂલી ગયા છે. યહૂદિયાના લોકોએ કિલ્લેબંદીવાળાં નગરો બાંધ્યાં છે, પણ હું આગ મોકલીને તેમના મહેલો અને કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે, તેઓએ મંદિરો બાંધ્યાં છે. યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે. પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ. તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે અને એમણે મંદિરો ચણાવ્યઁ છે. યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે. પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ. અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:14
31 Iomraidhean Croise  

વળી તેણે ઉચ્ચસ્થાનોનાં ઘર બંધાવ્યાં, ને લેવીપુત્રોના નહિ એવા સર્વ લોકમાંથી તેણે યાજક ઠરાવ્યા.


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


હવે હિઝકિયા રાજાની કારકીર્દીના ચૌદમાં વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના સર્વ કોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા.


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


તે ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં, ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યાં.


જે યહોવાએ મિસરમાં મહામોટાં કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો,


આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ.


કેમ કે તું પોતાના તારણના ઈશ્વરને વીસરી ગયો છે, ને પોતાના ગઢના ખડકનું સ્મરણ નથી કર્યું; તે માટે તું આડોનીશ [દેવ] ના રોપ રોપે છે, ને તેમાં વિદેશી કલમ મેળવે છે.


પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.


યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો; અને એમણે તેને ચોતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.


મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.


“ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, ” એ સર્વ લોક તે જાણશે.


એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,


પણ જો તમે સાબ્બાથના દિવસને પવિત્ર માનવાનું, તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડયા વગર અંદર પેસવાનું મારું (વચન) સાંભળશો નહિ, તો હું તેના દરવાજાઓમાં અગ્નિ સળગાવીશ, ને યરુશાલેમના રાજમહેલોને બાળીને ભસ્મ કરશે, ને તે હોલવાશે નહિ.”


શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.


જેમ તેઓના પૂર્વજો બાલને લીધે મારું નામ વીસરી ગયા છે તેમ તેઓ પોતાનાં સ્વપ્નો એકબીજાને કહીને, તેઓ વડે મારા લોકોની પાસે મારું નામ વિસ્મૃત કરાવવા ધારે છે.


“બોડી ટેકરીઓ પર સાદ સાંભળવામાં આવ્યો છે, એટલે ઇઝરાયલના પુત્રોનું રુદન તથા [તેઓની] વિનંતીઓ [સાંભળવામાં આવી છે] ; કેમ કે તેઓ અવળા માર્ગે ચાલ્યા છે, તેમના ઈશ્વર યહોવાને તેઓ વીસરી ગયા છે.


તારાં પુત્રપુત્રીઓના ઉપયોગને માટે જે તારો પાક તથા અન્ન છે તે તેઓ ખાઈ જશે. તેઓ તારાં ઘેટાં તથા તારાં ઢોરઢાંકને ખાઈ જશે. તેઓ તારી દ્રાક્ષા તથા તારી અંજીરી [નાં ફળ] ને ખાઈ જશે. તારાં જે કિલ્લાબંધ નગરો પર તું ભરોસો રાખે છે, તેઓને તે યુદ્ધશસ્ત્રથી પાડી નાખશે.


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા; તેઓ તૃપ્ત થયા, એટલે તેઓનું હ્રદય ગર્વિષ્ઠ થયું; એથી તેઓ મને ભૂલી ગયા છે.


જે દિવસોમાં તે બાલીમની આગળ ધૂપ બાળતી હતી, તે દિવસોને માટે હું તેને શિક્ષા કરીશ, કારણ કે તે વખતે તો તે વાળીથી તથા આભૂષણોથી પોતાને શણગારીને પોતાના પ્રીતમોની પાછળ પાછળ ફરતી હતી, ને મને ભૂલી ગઇ હતી.” એવું યહોવા કહે છે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


પણ હું તૂરના કોટ પર અગ્નિ મોકલીશ, ને તે તેના મહેલોને ભસ્મ કરી નાખશે.”


પણ હું તેમાન પર અગ્નિ મોકલીશ, ને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરશે.”


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


પણ હું ઇઝરાયલના ઘરમાં અગ્નિ મોકલીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી નાખશે.


પણ હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ, ને તે યરુશાલેમના મહેલોને ભસ્મ કરશે.”


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


જેમણે તને પેદઅ કર્યો તે ખડક વિષે તને ભાન નથી, અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan