Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા ઠરાવીને તેમને રાખે છે, તોપણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા અમલદારોને અભિષેક કરવાનું બંધ રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ. જેથી તેઓ થોડી વાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જો કે ઇસ્રાએલ રાષ્ટ્રો વચ્ચે તેણીના ‘પ્રેમીઓ’ પાસે ગઇ હતી, હવે હું તેમને સાથે ભેગા કરીશ. તેઓ પ્રચંડ રાજાના ત્રાસ હેઠળ પીડા ભોગવવાનુ શરુ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:10
21 Iomraidhean Croise  

કેમ કે ઇઝરાયલને અતિશય દુ:ખ છે એમ યહોવાએ જોયું હતું. બંદીવાન તેમ જ છૂટો કોઈ નહોતો.


તેના પર આશૂરનો રાજા શાલ્માનેસેર ચઢી આવ્યો; અને હોશિયા તેનો તાબેદાર થઈને તેને ખંડણી આપવા લાગ્યો.


પણ આશૂરના રાજાને હોશિયાનું કાવતરું માલૂમ પડ્યું; કેમ કે એણે મિસરના સો [નામના] રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા હતા, ને વરસોવરસની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી નહોતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.


ઇઝરાયલના ઈશ્વર આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રુબેનીઓને, ગાદીઓને તથા માનાશ્શાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલાહ, હાબોર, હારા અને ગોઝાન નદીને કાંઠે લાવીને [વસાવ્યા]. ત્યાં આજ સુધી તેઓ રહે છે.


કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?


તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!


પછી રાબશાકેએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, “આશૂરના મહારાજાધિરાજનાં વચનો સાંભળો.


યર્મિયા પ્રબોધકની પાસે આવીને કહ્યું, “અમારી વિનંતી સ્વીકારીને અમારે માટે, એટલે આ સર્વ બાકી રહેલાને માટે, તારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કર; (કેમ કે તું તારી નજરે અમને જુએ છે કે, ઘણાં માણસોમાંથી અમે આટલાં થોડાં માણસો બાકી રહ્યાં છીએ;)


સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.


જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.


જેમ લોકો રૂપાને, પિત્તળને, લોઢાને, સીસાને, તથા કલાઈને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમના પર હું મારા રોષમાં તથા ક્રોધમાં તમને ભેગાં કરીને તથા ત્યાં નાખીને તમને પિગાળીશ.


ઓહોલા મારી થઈ, એમ છતાં તેણે વેશ્યાનો ધંધો આદર્યો. તે પોતાના યારો ઉપર, એટલે પોતાના પડોશી આશૂરીઓ કે,


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.


હે રાજા, આપ રાજાધીરાજ છો, આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યાં છે.


મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અપરાધોના બંધનમાં હશે ત્યારે તેઓની સામે વિદેશીઓ એકત્ર થશે.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા આમ કહે છે: હજી એક વાર થોડી મુદત દછી હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમ જ કોરી ભૂમિને હલાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan