Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે, તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે; તેઓ મારી નજર આગળ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું. તેઓના પાપમય કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે અને હું તે સર્વ નિહાળું છું.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 7:2
33 Iomraidhean Croise  

કેમ કે તેમની આંખો મનુષ્યના આચારવિચાર ઉપર છે, તે તેની બધી વર્તણૂક જુએ છે.


તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ.


મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂકયાં છે.


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.


કોઈ ધ્યાનમાં લેતો નથી, અને એમ કહેવાને તેનામાં સમજણ તથા બુદ્ધિ નથી કે મેં તેમાંનો અર્ધો ભાગ અગ્નિમાં બાળ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં માંસ શેકીને ખાધું; અને તેના અવશેષની હું અમંગળ વસ્તુ કેમ કરું? શું ઝાડના થડને હું પગે લાગું?


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


યહોવા આ લોકોને કહે છે કે, એમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે; તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી; હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, ને તેઓનાં પાપોને લીધે તેઓને જોઈ લેશે.


કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારી આગળ છુપાયેલા નથી, ને તેઓનો અન્યાય મારી આંખોથી ગુપ્ત નથી.


[પ્રભુ કહે છે,] “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે!


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


તમે ધારણા [કરવા] માં મોટા ને કામ [કરવા] માં સમર્થ છો; દરેકને તેનાં આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દષ્ટિ મનુષ્યોનાં સર્વ આચરણ પર છે.


તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.


“યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા સરદારોએ તથા દેશના લોકોએ જે ધૂપ બાળ્યો છે, તે શું યહોવાના સ્મરણમાં નહોતું?


એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, ને જેઓનો કાળ, આખરની શિક્ષાનો સમય, આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તને નાખવાને તેઓ તને વ્યર્થ સંદર્શનો કહે છે ને તને જૂઠા શકુન જોઈ આપે છે.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે.


તેમની બધી દુષ્ટતા ગિલ્ગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમાન પર દ્વેષ આવ્યો. તેઓનાં કૃત્યોની દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રેમ રાખીશ નહિ. તેમના સર્વ અમલદારો ફિતૂરી છે.


ગિબયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિ ભ્રષ્ટ થઈ ગયા છે. તેઓના દુરાચરણનું સ્મરણ કરીને તે તેઓનાં પાપની શિક્ષા કરશે.


યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા‌ છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ.


“ઊઠ મોટા નગર નિનવે જા, ને એની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.”


પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે.


પણ પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી; અને જેની જાણ નહિ થાય એવું કંઈ ગુપ્ત નથી.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


અરે, તેઓ ડાહ્યા થયા હોત, ને તેઓ સમજનારા થયા હોત, અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું!


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


Lean sinn:

Sanasan


Sanasan