Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશ્શૂરની તરફ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિર્દોષ અને બુદ્ધિહીન, કોઇવાર તે મિસરની મદદ માગે છે, કોઇવાર તે અશ્શૂર તરફ મદદ માટે ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 7:11
25 Iomraidhean Croise  

આશૂરના રાજા પૂલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાનાં હાથમાં રાજ સ્થિર કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત રૂપું આપ્યું.


આહાઝે આશૂરના રાજા તિગ્લાથ-પિલેસેર પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઊઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇઝરાયલના રાજાના હાથમાંથી મને બચાવ.”


શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.


જ્યારે મૂર્ખને બુદ્ધિ નથી ત્યારે જ્ઞાન ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?


સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.


તેઓ પક્ષીની જેમ મિસરમાંથી, ને કબૂતરની જેમ આશૂર દેશમાંથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે. હું તેઓને તેમનાં પોતાનાં ઘરોમાં વસાવીશ, યહોવા એમ કહે છે.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”


વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતાં રોકશે; કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હ્રદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી.


મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે.


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


કેમ કે જુઓ, તેઓ નાશ [પામેલા દેશ] માંથી જતા રહ્યા છે, [તોપણ] મિસર તેઓને એકત્ર કરશે, મૃત્યુ તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાંને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.


તારી સાથે સંપ કરનારા સર્વ માણસોએ તને માર્ગ પર, હા, છેક સરહદ સુધી હાંકી કાઢ્યો છે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને ઠગીને તારા ઉપર જીત મેળવી છે. તારી રોટલી [ખાનારાઓ] તારી નીચે ફાંસલો માંડે છે, [તને] તેની સમજ પડતી નથી.”


જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan